ગરજતાં ને ગરજતાં વાદળો ગરજતાં રહ્યાં, કોઈક વાદળ એમાં
મૂસાફરી એની એ કરતાં રહ્યાં, પવન સાથે સંગી બની, મુસાફરી એ કરી રહ્યાં
ઝીલી તાપ તો સૂર્યના, છાંયડી ધરતીને, શીતળ એ તો આપી રહ્યાં
કંઈક વાદળો વરસી ધરતી ઉપર, ધરતીને લીલીછમ એ તો કરી ગયાં
ઘર્ષણે ઘર્ષણે તો આકાશમાં, વાદળો તો નભમાં ગરજી રહ્યાં
પ્રગટાવી તેજ ઘર્ષણનું, ધરતી પર તેજલીસોટા એના પાથરી રહ્યાં
તેજે તેજે હરખાતાં, ધરતીને તો એ પ્રેમથી ભેટી પડયાં
કરી દોસ્તી પવનની એણે જ્યાં, અંદરોઅંદર વિખૂટાં પડતાં ગયાં
રહ્યાં જ્યાં એ સમૂહના સાથમાં, પ્રચંડ સૂર્યકિરણોને એ રોકી શક્યાં
વિખૂટાં પડેલાં વાદળો, શક્તિહીન બની, નભમાં અહીંતહીં ફરી રહ્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)