કહેવી નહોતી મુજ જીવનની વાત, તુજને આજે કહેવાઈ ગઈ
સહેવું હતું દુઃખ શાંતિથી, પણ આજે બોલાઈ ગયું
મનસૂબો ઘડ્યો ખૂબ, સફળતાનાં શિખરો પાર કરવા
સમયના સપાટા સાથે, સ્વપ્ન મારું આ રોળાઈ ગયું
વિધાતાના લેખ માથે મેખ મારવા, વિચાર્યું હતું ઘણું
લેખ એના એ રહ્યા, પણ ભાગ્ય મારું ચૂંથાઈ ગયું
અભિમાનથી ફર્યો, અકડાઈથી રહ્યો, સમજદારીને વિસારી
શક્તિ તણા સપાટાએ, લાવી દીધી સૂધબૂધ સારી
સંજોગોએ શીખવ્યું, સઘળે પ્રસરી રહી છે શક્તિ તારી
શરણે આવ્યો છું, શરણું દેજે તું મુજને માત મારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)