બે રંગભર્યાં હૈયાંનું મિલન જોઈ, શાને પડયો તું અચરજમાં
અનેક રંગોના કર્યાં છે સંગમ કુદરતે, જગમાં તો આકાશમાં
હૈયાના બધા રંગોને એક કરી, પ્રભુનો એક રંગ ચડાવજે હૈયામાં
ઘેરાઈ જાશે વાદળોથી આકાશ, મળશે જોવા એકતા રંગોમાં
વિચારો ને વૃત્તિઓના અનેક રંગો, મળે છે જોવા તો જીવનમાં
લેજે સાધી એકતા એની જીવનમાં, અગ્રતા દેજે એને જીવનમાં
વિવિધતા ને એકતા છે પાસાં જીવનનાં, ભૂલજે ના એને જીવનમાં
વિવિધતામાં મળશે જોવા એકતા, મળશે એકતામાં વિવિધતા જીવનમાં
મળશે જોવા અનેક કુટુંબો સંસારમાં, મળશે જોવા વિવિધતા એમાં
છે સંસાર અનેક વિચારોનો સંગમ, મળશે અનેક રંગો એના સંસારમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)