હેરતમાં પડી જાઉં છું, જોઈને નગ્ન વિચારો તો મારા
સાજ સજીને, હતા છુપાયા તો મુજમાં, એ વિચારો મારા
હતા એ તો મારા, બન્યા મુશ્કેલ તોય એને પારખવા
સમજાયું ના કઈ ઘડીએ છુપાયા, હતા હૈયામાં એ મારા
ધીરે ધીરે હૈયામાં એ તો, ઉપર ને ઉપર તો આવતા ગયા
અચરજમાં ગયા મને એ નાખતા, હૈયામાં હતા ક્યાં છુપાયા
જોયું જ્યાં નગ્ન સ્વરૂપ જ્યાં એનું, બન્યું મુશ્કેલ એને વધાવવા
હૈરતમાં તો પડી ગયો, જોઈને નગ્ન વિચારો તો મારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)