ઇશારાઓ ઉપર તમારા રે પ્રભુ, ચાલે છે અમારી તો જિંદગાની
રહેમદિલ રહેમના રે દાતા, રાખજો રહમ અમારા ઉપર તમારી
ના આવવા દેજો ખટપટ કર્મોની તો વચ્ચે, અમારી ને તમારી
પ્રેમની સરિતા વહે છે નયાનોમાંથી તમારાં, દેજો ઝીલવા શક્તિ તમારી
ચાહીએ જીવનમાં સદા રહેમ તમારી, કરજો તમે તો આટલી મહેરબાની
છે જીવનમાં તો અનેક રસ્તા, સુઝાડજો, પાસે પહોંચાડે તો જે તમારી
વિચારોની છે અસર જીવન પર અમારા, રહેવા દેજો એના પર અસર તમારી
દિલના દરવાજા રહે સદા ખુલ્લા અમારા, ઝીલવાને સદા શક્તિ તમારી
છે બધું તમારું ને તમારું, પાડજો ના અંતર એમાં વચ્ચે તમારી ને અમારી
સમજી શકીએ ઇશારા તો તમારા, દેજે જીવનમાં એવી શક્તિ તમારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)