કોઈ ને કોઈ, ક્યારે ને ક્યારે, એ તો કહી દેશે, એ તો કહી દેશે
ચાહશો લાખ છુપાવવા, ના છૂપું એ તો રહેશે, કોઈ તો એ કહી દેશે
સમજદારીથી કે બિન સમજદારીથી વાત બહાર એ તો આવી જાશે
નચનોનાં નર્તન, દિલના હાવભાવ, બધું એ તો બોલી દેશે
કરશે ના વાત હૈયું જો સહન, બહાર એ તો આવી જાશે
લાગશે જ્યાં ભાર એનો, બનવા હળવા ક્યાંય એ તો કહેવાઈ જાશે
સ્વાર્થ જીવનમાં સાધવા, અંગત એના બનવા એ તો કહેવાઈ જાશે
મનમાં ને મનમાં રહેશે ક્યાં સુધી, ક્યારેક તો એ કહેવાઈ જાશે
કરવા કોઈને રાજી, રાખવા કોઈને રાજી, ક્યારેક તો એ કહેવાઈ જાશે
પલટાવી જાશે ક્યારે એ મિત્રતા, ક્યારેક શત્રુતા ઊભી એ કરી જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)