પડી હશે પાસે બે લાકડી, તો ઘર્ષણ થાશે જરૂર
ઘર્ષણ ત્યાં થાતાં, અગ્નિ પણ પ્રગટશે જરૂર
બે વાસણ પડ્યા હશે બાજુમાં, અથડાશે જરૂર
અથડામણ થાતાં, ત્યાં ઘોંઘાટ થાશે જરૂર
પાપો કર્યાં ઘણાં, હવે ભોગવવાં પડશે પણ જરૂર
ભોગવવાં પડતાં પાપથી, દુઃખ પણ લાગશે જરૂર
દીવો અને દીવાસળી હશે જો પાસે, દીવો પ્રગટશે જરૂર
દીવો પ્રગટતા, તાપ અને અજવાળાં પણ મળશે જરૂર
વાવ્યું હશે જો બીજ, અને દીધું હશે ખાતર-પાણી જરૂર
વૃક્ષ એમાંથી પ્રગટશે અને ફળ પણ મળશે જરૂર
ચિત્ત જોડવું હશે જો પ્રભુમાં, વળી સ્થિર કરીને જરૂર
મન શાંત થઈ જાશે, વળી શાંતિ મળશે પણ જરૂર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)