જરા જેવી વાતમાંથી વાકું પડયું, રૂપ વાતે તો ધારણ મોટું કર્યું
હસતા ખેલતા ખેલ ગયો એમાં બગડી, ના સમાધાન જ્યાં એનું થયું
ભરપૂનમે તો અંધારું અમાસનું મળ્યું, મસ્તીએ મુખ તો જ્યાં એનું બદલ્યું
મનને તો જ્યાં જેનું ઘેલું લાગ્યું, શબ્દ વિરુદ્ધમાં એના ના એ સહી શક્યું
વ્યર્થ વાણીના પ્રયોગો ચાલ્યા, હૈયાની વરાળનું એમાં તો વહન થયું
અહંના ડુંગરો ખડકાયા ને ટકરાયા, નમતું ના જ્યાં એમાં કોઈએ જોખ્યું
પ્રગટયો તો ત્યાં ચાહતમાંથી અગ્નિ, દિલ જલ્યું ને એ જલાવતું ગયું
હતાં સુમેળનાં સપનાં તો સહુના હૈયામાં, સપનું તો સહુનું અધૂરું રહ્યું
એના ઘામાં ને ઘામાં, સહુ ઘાયલ થયા, ઓસડ એનું તો જ્યાં ના મળ્યું
પ્રગટ થયાં ત્યાં કંઈક આંસુઓ, વહ્યાં અપ્રગટ એમાં તો કંઈક આંસુ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)