Hymn No. 7369 | Date: 18-May-1998
|
|
Text Size |
 |
 |
દિલ કરે છે ઇંતેજાર તમારો, નયનો કરે છે ઇંતઝાર, વ્હેલા વ્હેલા દોડી આવજો
Dil Kare Che Intezar Tamaro, Nayano Kare Che Intezar , Vehla Vehla Dodi Aavjo
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
દિલ કરે છે ઇંતેજાર તમારો, નયનો કરે છે ઇંતઝાર, વ્હેલા વ્હેલા દોડી આવજો ધડકને ધડકને દિલ ધડકી રહ્યું છે, સાંભળવા જરા એને વ્હેલા વ્હેલા આવજો કરી શકશો ઇંતેજાર તમે અમારો, કરો વિચાર થાશે હાલત એમાં શું અમારી છે દિલ ભલે અમારું, રહ્યું છે ક્યાં એ અમારું, હવે દિલની ધડકન ને બનાવો ધડકન તમારી જગાવી જગાવી યાદો મીઠી, સતાવો છો અમને શાને, છોડી હવે એ આદત તમારી મળે છે જોવા દૃશ્યો અનેરાં, તમારા દૃશ્યનું અનેરું સુખ આપવા તો જીવનમાં છે તનબદનમાં અમારા, અરમાનો તો તમારાં, આવીને એમાં, કરો હવે વધારો આનંદને નથી કોઈ અવધિ, આવીને કરો અમારા આનંદમાં તો વધારો નથી કોઈ મુક્તિની ઝંખના તો હૈયામાં અમારા, તમારા હૈયામાં અમને કેદી બનાવો વસ્યું છે જગત તો સદા હૈયામાં તમારા, હૈયામાં અમારા તમે આવીને વસો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|