Hymn No. 47 | Date: 25-Aug-1984
|
|
Text Size |
 |
 |
મા, મારા હૈયાના આસને બેસાડી, તારું પૂજન કરવા દેજે મા, તારા પગને મારા હૈયાના ભાવથી, ખૂબ ધોવા દેજે મા, તને સોળે શણગારે આજે ખૂબ સજાવવા દેજે મા, તારા કપાળે વહાલથી કંકુ કેરો ચાંદલો કરવા દેજે મા, એના પર પ્રેમથી, ચોખા, અબીલ, ગુલાલ લગાવવા દેજે મા, તને વિવિધ પુષ્પો તણી વેણી પ્રેમથી પહેરાવવા દેજે મા, તને મહેક્તાં ગુલાબ ને મોગરાનો હાર પહેરાવવા દેજે મા, તારી સામે બેસી, પ્રેમથી ખબર અંતર પૂછવા દેજે મા, તારી પાસે બેસી, મારા હૈયાની પ્રેમથી વાત કરવા દેજે મા, તારા આંખના અમીરસનું પાન, આજે મને કરવા દેજે મા, તારા હસતા વદનના દર્શન, આજે મને કરવા દેજે મા, મારા ભાવથી ભરેલા ભોજન, આજે મને ધરવા દેજે મા, તને વહાલથી પાન, સોપારી, એલચી ખવરાવવા દેજે મા, તારા અમૂલ્ય ભાવ ભરેલા ભાવમાં આજે નહાવા દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|