અંતર ભૂખ્યા તો છે પ્રભુના તો, હૈયાના ભાવના
જુએ છે રાહ એ તો એના બાળની, ક્યારે બુઝાવે પ્યાસ એની
જાણવા છતાં બની અજાણ્યા, ઢૂંઢે બાળને બુઝાવે ક્યારે પ્યાસ એની
રહ્યા એ ગોતતા, રહ્યા એ શોધતા, આવે બાળ ક્યારે એવા જોમવંતા
હૈયા એના ભાવના તરસ્યા, બન્યા એવા વ્યાકુળ બાળઘેલા
પહોંચ્યા જ્યાં દુઃખ બાળના, તો એને હૈયે, થયાં હૈયાં એનાં તો ભીનાં
રાહ ના જોઈ ત્યારે એણે, વ્હારે તત્કાળ ત્યારે એની દોડયા
સુખસંપત્તિના એ સ્વામી છે, સદા એ તો આવા ભાવભૂખ્યા
વહાવે એક આંખે કરુણા, બીજી આંખ દોડે બાળના ભાવ ઝીલવા
મંદ મંદ રહે એ તો હસતા, ગતિમાં મંદ નથી એ તો રહેતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)