ચાહજે તો ચાહજે મ્હેર જીવનમાં તું, એક પરવર દિગારની
ચાલી રહ્યું છે વિશ્વ તો નીચે એની, એક એક નિગરાની
રહ્યું છે એક એના તો ઇશારે, સકળ વિશ્વ તો ચાલી
ચાહજે ને ચાહજે જીવનમાં તું તો, સદા એની મહેરબાની
શું ગમ્યું શું ના ગમ્યું, કહ્યું ના જગમાં એણે તો કદી
સમજદારીથી સદા સમજી લેજે, સદા ઇચ્છા તો એની
છોડી મમત્વ બધું, દે સોંપી ફિકર જગમાં તું બધાની
ઊછળશે હૈયામાં તારા, ત્યારે ત્યાં તો ઊર્મિઓ આનંદની
સંસ્કાર જનમ જનમના તારા, મુશ્કેલીઓ ઊભી એ તો કરવાની
ચાહજે સાથ સંગાથ પરવરદિગારનો, સુઝાડશે બારી નીકળવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)