Hymn No. 48 | Date: 25-Aug-1984
|
|
Text Size |
 |
 |
મા, જોતા તારી વાટ, નયનોના નીર સુકાણાં છે
Maa, Jota Tari Vaat, Nayano Na Neer Sukana Che
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
મા, જોતા તારી વાટ, નયનોના નીર સુકાણાં છે મા, તારી ભક્તિમાં ડૂબતા, સંસારના સ્વાદ ખારા લાગ્યા છે મા, તારા ભાવમાં ભીંજાતા, તન મનના ભાવ ભુલાયા છે મા, તારા ભક્તો પરનો ભાવ જોતાં, હૈયાના ભાવ ભીંજાણા છે મા, તારા મુખનું દર્શન કરવાં, આંખ મારી તલસી રહી છે મા, તારા મુખની વાણી સાંભળવા, કાન મારા અધીરા થયા છે મા, તારા ગુણગાન ગાવા, જીભ મારી અધીરી બની છે મા, તુજને નમન કરવા, હાથ મારા અધીરા બન્યા છે મા, તારા દર્શન કરવા, હૈયામાં અનેરા ભાવ જાગ્યા છે મા, કૃપા તારી પામવા, આંખોના નીર ખૂબ વહાવ્યા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|