ઊગ્યું આજ ઊજળું પ્રભાત, આજ તો પડી સવાર ને સવાર
થયો દૂર જ્યાં રાતનો અંધકાર, મળશે જ્યાં પ્રભાતનો પ્રકાશ
રાતભર રહ્યા ડૂબી અંધકારમાં, જોઈ રાહ, પડે ક્યારે તો સવાર
સુંદર સભર વિચારો, જોઈ રહ્યા એ રાહ, મળે ક્યારે એને પ્રકાશ
દિ દુનિયાનાં કરવાં દર્શન, જોઈ રહ્યાં રાહ નયનો ક્યારે પડે સવાર
કરવા તે કાર્યો, જોઈએ તો મેદાન, માગે જીવનમાં એ તો પ્રકાશ
અંધકારમાં ને અંધકારમાં ભલે વીતી રાત, ચાહે સહુ ઝગમગતી સવાર
રાત ને અંધકાર રહ્યા જેમ સાથે, તેમ રહ્યા છે સવાર ને પ્રકાશ
ઉતારી ગઈ હોય જો રાત, દિનભરનો થાક, લાગે વ્હાલું વ્હાલું સવાર
પડયું જેનું ઊજળું સવાર, રહ્યો દિનભર મળતો એને પ્રકાશ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)