રહી ગયું રહી ગયું રહી ગયું, જીવનમાં ઘણું ઘણું તો રહી ગયું
જોયું જાણ્યું ઘણું, અનુભવ્યું ઘણું, સમજવાનું ઘણું ઘણું રહી ગયું
કરી નોંધ ઘણી ઘણી જીવનમાં, તોય ઘણું ઘણું નોંધવાનું રહી ગયું
કહેવા બેઠો ઘણું ઘણું જીવનમાં, તોય કહેવાનું ઘણું ઘણું તો રહી ગયું
પાળ્યા ઘણા ઘણા નિયમો જીવનમાં, કંઈકનું પાલન કરવું રહી ગયું
મળ્યા જીવનમાં તો ઘણા ઘણાને તોય ઘણા ઘણાને મળવાનું રહી ગયું
કરવા બેઠો યાદી જાણકારીની, ઘણી ઘણી યાદો નોંધવાનું રહી ગયું
કરી મુસાફરી ઘણી ઘણી જીવનમાં, તોય ઘણી મુસાફરી કરવાનું રહી ગયું
કરવાં હતાં કંઈક કામો પૂરાં, ઘણાં ઘણાં કામ પૂરાં કરવાનું રહી ગયું
કરવા હતા વિચારો ઘણા વિષયોના, કંઈક વિષયોના વિચાર કરવાનું રહી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)