કરવા છે ખાલી મારા હૈયાંના કાદવને, કરવા છે એને રે, ખાલી ને ખાલી
રહેવા નથી દેવો રજભર કાદવને, કરવા છે મારે એને એવા તો ખાલી
લેવી પડે ભલે રે મહેનત, લેવી પડે રે મહેનત, ભલે કે એમાં તો ભારી
કરીશ ના એમાં રે હું તો, ભરીશ ના એમાં રે હું તો, એમાં પાછી પાની
કરીશ ના જો ખાલી એને રે હું તો, વધતી ને વધતી જાશે, એની સતામણી
જાશે ને જાશે જ્યાં વધતી એની સતામણી, લાવી દેશે આંખમાં એ તો પાણી
કરતા ખાલી ને ખાલી પડશે જોવું રે સદા,નથી નવી કાંઈ એમાં ઉમેરાણી
જંપવું નથી રે જીવનમાં, જીવનમાં તો કર્યા વિના એને તો ખાલી ને ખાલી
સમય જોવો નથી, સમય તો ખોવો નથી મારે, વાત તો જ્યાં આ સમજાણી
રાખીશ ના અધૂરી રે એને જીવનમાં તો, કરીશ એને તો ખાલી ને ખાલી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)