હતી જગને બાથમાં લેવાની તૈયારી, ક્યાં ગઈ છુપાઈ બધી તમારી હોશિયારી
તમારી ચાલની જગમાં કારી ના ફાવી કે જગ દાનત તમારી ગયું જાણી
રહી ના શક્યા સ્થિર બાજીમાં તમારી, દીધી કિસ્મતે બાજી તો ઊથલાવી
જંગે હોશિયાર, કાબિલિયતે અપાર, થઈ છે જોવા જેવી હાલત તો તમારી
મીઠા સ્વર્ગનો સિંધુ ઘૂઘવ્યો ઘણો, ગયો હાથમાંથી એ તો સરકી
હતી દૃષ્ટિ આકાશે, શું ધરતી પરની ચાલ ચાલવામાં ચાલ ભુલાણી
હતાં સુખદુઃખ તો સાથી તમારાં, કેમ દૃષ્ટિ આજ તો સહુની બદલાણી
ખેલ્યા વિશ્વાસ-અવિશ્વાસની જીવનમાં ખૂબ બાજી, બાજી કોણે એ ઊલટાવી
થયું ના ધાર્યું બધું તો જ્યાં જગમાં, દીધું શાને હૈયાને એમાં બ્હેકાવી
પૂર ખામી તારી વિશ્વાસની, વિશ્વાસથી દે જીવનની બાજી એમાં પલટાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)