પ્રેમની મસ્તી જેવી બીજી મસ્તી નથી, એની મસ્તી વિના પ્રેમની હસ્તી નથી
કામિયાબી ને નાકામિયાબીના જીવનમાં હિસાબ તો એ માંડતી નથી
દુઃખને સુખમાં બદલવાની તાકાત જગમાં એના જેવી તો કોઈની નથી
મર્યાદિત ત્યાગનો તો દીવો, દિલમાં પ્રગટાવ્યા વિના તો એ રહેતી નથી
સાગર સમ બનાવે એ તો હૈયું, દિલમાં કોઈ ખારાશ એ રહેવા દેતી નથી
માંગે જીવનમાં જ્યાં એ એક કરવા, હસ્તી પોતાની મિટાવ્યા વિના રહેતી નથી
સુખદુઃખમાં સદા જ્યોત જલાવે, હૈયામાં એ જ્યોતને બુઝાવા દેતી નથી
સુખ સ્વર્ગનું આપી, જીવનમાં એ સ્વર્ગને ભુલાવ્યા વિના રહેતું નથી
અનુભવી મસ્તી પ્રેમની જેણે જીવનમાં, બીજી મસ્તી એને ગમતી નથી
પ્રેમ છે અણમોલ પ્રસાદ જીવનમાં પ્રભુનો, એની તોલે બીજું કાંઈ આવતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)