નિઃસહાયના નિસાસા જીવનમાં ના લેજો, અબળાઓની આંતરડી ના કકળાવશો
વસ્યો છે જગતનો નાથ સહુમાં સરખો, વાત હૈયેથી ના આ વિસારજો
પ્રેમનું સિંચન કરજો હૈયામાં, પ્રેમથી જગમાં, જીવન કમળને તો ખિલાવજો
છે સત્ય તો સહુથી સુંદર તો જગમાં, એના અંગેઅંગને જીવનમાં અપનાવજો
સહુ સહુને સહુના સ્થાને રહેવા દઈ, સહુ સહુના સ્થાન તો શોભાવજો
જ્ઞાન તો છે સીમારહિત જગમાં, આંકી સંકુચિત સીમા, પ્રગતિ ના રૂંધાવજો
વાતોમાંથી તો રહેશે વાતો નીકળતી, આડે ફાટે વાતને તો ના ચડાવજો
સુખદુઃખ તો છે જીવનનું આભૂષણ, પ્રેમથી જીવનમાં એને પહેરજો
બનશો ના લાચાર દારિદ્રથી જીવનમાં, હૈયામાં દારિદ્રતાને તો ના વસાવજો
છે વ્યાપ્યો પ્રભુ તો જગમાં હૈયામાં તો સદા, સાથમાં એને રાખજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)