હતી ભરી ભરી તો ખૂબ તમન્નાઓ તો હૈયામાં ને દિલમાં
આખર તો હતો એ મુકાબલો તો તમન્નાઓ ને તકદીરનો જીવનમાં
ઊછળી ઊછળી તમન્નાઓ, હતી હૈયાને સમજાવી પૂરી એને કરવા
હતી વિશાળ તમન્નાઓ, હતું હૈયું નાનું, સમતુલા કેમ જાળવવી જીવનમાં
ડગલે પગલે કરે તકદીર રુકાવટો ઊભી, ફરે તમન્નાઓ જીવનમાં એમાં
કરે મેળવવા કોશિશો નજર મનની, મળે ના ફુરસદ મનને ફરવામાં
હતી તમન્નાઓની સાંકળ જીવનમાં, તોડી ના શક્યો એને જીવનમાં
ગઈ ડુબાડી જગમાં જીવનને, અગાધ એવા તો દુઃખના સાગરમાં
નાની કે મોટી, હતી એ તો તમન્ના, માંગી રહી નજર એ તો જીવનની
રહ્યું ના ખાલી જીવન તમન્નાઓ વિના, હતો મુકાબલો તમન્નાઓ ને તકદીરનો જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)