પળ બે પળની જિંદગાની, જીવજો એવી રીતે, રહી જાય યાદ એની
થાશે ધમાલ જીવનમાં ઊભી, જાશે ભુલાવી એ તો જિંદગાની
ખુશીની પળો જીવનની, જોજે જાય ના ગમ એને તો લૂંટી
મનને રહેવા દેજે તંદુરસ્ત, છવાવા દેજે તો તંદુરસ્તીની મસ્તી
પળ તો છે જીવનની મિલ્કત મહામૂલી, દેતો ના એને તો વેડફી
પળેપળ તો થઈ ભેગી જીવનમાં, કરી છે ઊભી તો તારી હસ્તી
વીતી પળો જગમાં કેવી, છે કિંમત તો જિંદગીની એમાં તો એવી
લાવ્યો પળ જીવનમાં જે સાથે, માંડી નથી પ્રભુએ એની હસ્તી
પળેપળ જાશે ઘસાતી, એક પળ આવશે એવી, જાશે પળ અટકી
હશે પળ પાસે જેટલી, હશે એ તો તારી, મળશે ના કાંઈ એની ઉધારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)