આ વાતને કેમ કરીને માનું (2)
દિલ તો છે પાસે તો મારું, નથી રહ્યું એ દિલ તો મારું
મન તો છે મારું, રહ્યું બધે દોડતું, પાછળ ના દોડી શકું, રહ્યું નથી એ મારું
નજર બાંધે અંદાજ જગનો, નજરનો અંદાજ તોય ના બાંધી શકું
રહ્યો વિચાર જીવનમાં કરતો, રહ્યો એમાં ભમતો ને ભમતો
કહું એને તોય મારા, ના પામ્યો તોય એના ઉપર તો કાબૂ
ભાવો ને ભાવોની દુનિયામાં સદા હું તો ફરું, અંતરના ભાવો ના જાણી શકું
વાણી ને વાણીનો પ્રવાહ મુખથી સદા વહાવું, ના કાબૂ એના પર ધરાવું
કહું પ્રભુને જીવનમાં મારા, ચાહું દર્શન જીવનમાં એનાં, ના એ તો પામું
સમય લઈ જગમાં આવ્યો, કહ્યો સમયને મારો, ના કાબૂ એના ઉપર ધરાવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)