ધન્ય `મા', તું ધન્ય `મા', તું ધન્ય છે
સકળ જગતમાં વ્યાપ્ત તું, નિત્ય વંદ્ય છે
સાકાર-નિરાકાર તું, તેજ તણો પુંજ છે
ભક્તોના આનંદની તું, રમ્ય કુંજ છે
નિરાધાર તણી આધાર, સર્વમાં રહેલ છે
તારા વિના સૃષ્ટિની કલ્પના મુશ્કેલ છે
સંશયમાં રહી, નિઃસંશય કરનારી અજબ છે
સૃષ્ટિમાં કાર્ય કરવાની, રીત તારી ગજબ છે
તારા ભક્તની જગતમાં, લાજ જવી કઠિન છે
હરપળે હરચીજમાં રહી, તું નિત્ય નવીન છે
કર્મ ભક્તિ યોગથી, તને પામવા કોશિશ થયેલ છે
યોગ્ય પ્રયત્ન સફળ કરી, તુજમાં સર્વને સમાવેલ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)