જાગી રે, જાગી રે, પ્રીત પ્રભુમાં મને જાગી રે
સુખદુઃખનું ભાન સઘળું વિસરાઈને - પ્રીત ...
ભૂલ્યો રે, ભૂલ્યો રે, ભાન શરીરનું ભૂલ્યો રે - પ્રીત ...
રંગાઈને, રંગાઈને, પ્રભુના પ્રેમમાં રંગાઈને - પ્રીત ...
ભીંજાઈને, ભીંજાઈને, પ્રભુના ભાવમાં ભીંજાઈને - પ્રીત ...
ડૂબ્યો રે, ડૂબ્યો રે, પ્રભુના ગાનમાં ડૂબ્યો રે - પ્રીત ...
કરવી રે, કરવી રે, પ્રભુની ભક્તિ કરવી રે - પ્રીત ...
કહેવી છે, કહેવી છે, પ્રભુની વાત કહેવી છે - પ્રીત ...
રટવું છે, રટવું છે, નામ પ્રભુનું રટવું છે - પ્રીત ...
રહેવું છે, રહેવું છે, ચરણમાં પ્રભુના રહેવું છે - પ્રીત ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)