Hymn No. 7441 | Date: 04-Feb-1998
|
|
Text Size |
 |
 |
1998-02-04
1998-02-04
1998-02-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15430
સ્વમાનથી તો જીવવું છે જગમાં, અભિમાનમાં તો ડૂબવું નથી
સ્વમાનથી તો જીવવું છે જગમાં, અભિમાનમાં તો ડૂબવું નથી સત્યની રાહે ચાલવું છે જગમાં, અસત્ય સામે ઘૂંટણિયે પડવું નથી વેર કોઈ સાથે તો બાંધવું નથી, હૈયાને પ્રેમ વિના ખાલી રાખવું નથી પીવા છે જીવનનાં ઝેર તો પ્રેમથી, હૈયામાં દિલગીર તો રહેવું નથી બજાવવા છે કર્તવ્ય તો પૂરાં, હૈયું ભક્તિ વિનાનું તો કરવું નથી કેળવવી છે મૈત્રી તો સહુ સાથે, જીવનમાં માયામાં તોય બંધાવું નથી સુખદુઃખને જીવનનું તો અંગ સમજી, લિપ્તિત એમાં થાવું નથી જીવવું છે પ્રભુને નજર સામે રાખીને, નજરમાંથી પ્રભુને હટવા દેવા નથી કરી છે કર્મોની વણઝાર જ્યાં ઊભી, તોડયા વિના એને રહેવું નથી વસાવવા છે દિલમાં પ્રભુને તો સદા, પ્રભુને એમાંથી છટકવા દેવા નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
svamanathi to jivavum che jagamam, abhimanamam to dubavum nathi
satyani rahe chalavum che jagamam, asatya same ghuntaniye padavum nathi
ver koi saathe to bandhavum nathi, haiyane prem veena khali rakhavum nathi
piva che jivananam jera to premathi, haiya maa dilagira to rahevu nathi
bajavava che kartavya to puram, haiyu bhakti vinanum to karvu nathi
kelavavi che maitri to sahu sathe, jivanamam maya maa toya bandhavum nathi
sukhaduhkhane jivananum to anga samaji, liptita ema thavu nathi
jivavum che prabhune najar same rakhine, najaramanthi prabhune hatava deva nathi
kari che karmoni vanajara jya ubhi, todaya veena ene rahevu nathi
vasavava che dil maa prabhune to sada, prabhune ema thi chhatakava deva nathi
|
|