Hymn No. 7448 | Date: 07-Jul-1998
|
|
Text Size |
 |
 |
1998-07-07
1998-07-07
1998-07-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15437
નજર નજરમાં મારી કાંઈ વસ્યું નહીં, મને મારાં અરમાનોની નજર લાગી ગઈ
નજર નજરમાં મારી કાંઈ વસ્યું નહીં, મને મારાં અરમાનોની નજર લાગી ગઈ વિચારો ને વિચારો રહ્યા ઘૂમતા ને ઘૂમતા, વિચારોને મારા મનની નજર લાગી ગઈ રહ્યો પુરુષાર્થ જીવનમાં અશક્ત બનતો, આળસની નજર પુરુષાર્થને જ્યાં લાગી ગઈ વિશ્વાસ રહ્યો જીવનમાં તો હિંમત ત્યજતો, વિશ્વાસ પર શંકાની નજર લાગી ગઈ પ્રેમ રહ્યો જીવનમાં તો પાંગળો બનતો, પ્રેમ ઉપર જ્યાં વેરની નજર લાગી ગઈ સુખ રહ્યું જીવનમાં તો ડૂસકાં ભરતું, સુખ પર જ્યાં સંશયની નજર લાગી ગઈ રહ્યા સંયમ જીવનમાં તો ઢીલો પડતો, સંયમ પર જ્યાં લાલચની નજર લાગી ગઈ રહી શાંતિ હૈયામાં તો પાંગળી બનતી, શાંતિ ઉપર જ્યાં ઉત્પાતની નજર લાગી ગઈ જીવનના રસો તો બની ગયા ફિક્કા, જીવનના રસો પર જ્યાં ચિંતાની નજર લાગી ગઈ જીવનમાં હિંમત તો તૂટતી ને તૂટતી ગઈ, હિંમત પર તો જ્યાં ડરની નજર લાગી ગઈ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
najar najar maa maari kai vasyu nahim, mane maram aramanoni najar laagi gai
vicharo ne vicharo rahya ghumata ne ghumata, vicharone maara manani najar laagi gai
rahyo purushartha jivanamam ashakta banato, alasani najar purusharthane jya laagi gai
vishvas rahyo jivanamam to himmata tyajato, vishvas paar shankani najar laagi gai
prem rahyo jivanamam to pangalo banato, prem upar jya verani najar laagi gai
sukh rahyu jivanamam to dusakam bharatum, sukh paar jya sanshayani najar laagi gai
rahya sanyam jivanamam to dhilo padato, sanyam paar jya lalachani najar laagi gai
rahi shanti haiya maa to pangali banati, shanti upar jya utpatani najar laagi gai
jivanana raso to bani gaya phikka, jivanana raso paar jya chintani najar laagi gai
jivanamam himmata to tutati ne tutati gai, himmata paar to jya darani najar laagi gai
|
|