રમતાં રમતાં, જીવનમાં અમે રમત તો માંડી દીધી
કર્યાં ના જીવનમાં તો અમે, પરિણામોનો વિચાર
છોડી દીધા જીવનમાં અમે જીવનના કંઈક આચાર
હતો ના પાસે જીવનમાં કોઈ તાકાતનો તો પરિવાર
હતા ભર્યાં હૈયામાં તો, કંઈક ચીજોના તો ભાર
લઈ રહ્યા છીએ શ્વાસો, જીવી રહ્યા છીએ જીવન, પ્રભુનો આભાર
જોઈ રાહ જીવનમાં પ્રકાશની, છવાયો હતો અંધકાર
ત્યજ્યો ના પરિશ્રમ જીવનમાં જ્યાં, થયો શક્તિનો સંચાર
જીવવું જીવન એવું કેવું, બનીને જીવનમાં તો લાચાર
કરવો છે સામનો જીવનમાં, ખોવો નથી સત્યનો રણકાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)