કહેતાં તો દિલ કોચવાઈ જાય, કરતાં સહન આંખોમાંથી પાણી જાય
છે હાલત અમારી એવી તો પ્રભુ, કેમ કરીને એ વખાણાય
દર્દના તાંતણા બાંધે ચારે દિશાઓમાંથી, ના એમાંથી તો છુટાય
ચારે દિશાઓમાંથી તોફાનો ઊઠતાં જાય, ના સ્થિર એમાં રહેવાય
નિરાશાઓનાં પૂર હૈયામાં ઊભરાય, ના કહેવાય ના એ સહેવાય
દર્દે દર્દે દર્દ ભર્યાં છે તો હૈયામાં, ઘાએ ઘાએ દર્દ વહેતાં જાય
આશાઓ ને આશાઓમાં રહ્યા કરતા સામના, આંખે અંધારાં આવી જાય
પાડીએ પગલાં જીવનમાં જ્યાં જ્યાં, પથ્થર ને કાંટા વાગતા જાય
આશાની દોરી છે તો લાંબી, એ દોરીએ દોરીએ આયુષ્ય કપાતું જાય
કરીએ યાદ પ્રભુ ઘણા તને, અંતર તોય ઊંડે ઊંડે રડતું જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)