અનુમાન કરો, અનુમાન કરો, જીવનમાં તમે લાખ અનુમાન કરો
સમજાશે ના ગતિ પ્રભુની, છે અકળ ગતિ, ભલે તમે લાખ અનુમાન કરો
માનવમનનું ઊંડાણ મપાશે ના જલદી, ભલે લાખ તમે અનુમાન કરો
કહેવાશે ના વરતશે ગાંડો કેમ અને ક્યારે, ભલે લાખ તમે અનુમાન કરો
પ્રેમ કદી જીવનમાં તો ના તોલી શકાશે, ભલે લાખ તમે અનુમાન કરો
જાગશે ને આવશે તોફાનો જીવનમાં, કહેવાશે નહીં, ભલે લાખ તમે અનુમાન કરો
વરતશે જીવનમાં કોણ કેમ અને ક્યારે કહેવાશે નહીં, ભલે લાખ તમે અનુમાન કરો
નભમાં ફરતા તારલિયા છે કેટલા કહેવાશે નહીં, ભલે લાખ તમે અનુમાન કરો
સૂર્યમાંથી નીકળતાં કિરણોની સંખ્યા ગણાશે નહીં, ભલે લાખ તમે અનુમાન કરો
સાગરમાં ઊછળતાં મોજાં તો જીવનમાં ગણાશે નહીં, ભલે લાખ તમે અનુમાન કરો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)