મસ્તક ઊંચું રાખવા ચાહે સહુ જગમાં, ના જીવનમાં રાખી શક્યા
નમ્યાં મસ્તક કંઈક કારણે જીવનમાં, રહ્યાં કારણો ભલે તો જુદાં
જોયા વિના કર્યાં કાર્યો, શરમના માર્યા મસ્તક તો ઝૂકી ગયાં
કર્યાં કંઈકે કાર્યો તો એવાં, જોઈ મહત્તા, મસ્તક એમાં નમી પડ્યાં
કઈંક હતી વાતો એવી, દાદ માંગી ગયા, મસ્તક ત્યા ઝૂકી ગયાં
મૂઠીઊંચેરા માનવી, નજરે જ્યાં પડયા, મસ્તક એનાં નમી ગયાં
કંઈક સૂરો દિલને સ્પર્શી ગયા, દિલને હલાવી ગયા, મસ્તક ઝૂંકી ગયાં
મનમંદિરની મનોહર મૂર્તિનાં દર્શન જ્યાં થયાં, મસ્તક ત્યાં નમી ગયાં
સદ્વર્તન ને સદ્વિચારો જ્યાં જ્યાં જોયાં, મસ્તક ત્યાં નમી ગયા
ઊજળા સંસ્કારો જીવનમાં જ્યાં જ્યાં દેખાયા, મસ્તક ત્યાં નમી ગયાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)