ગગન ગોખમાં બેસી બેસી, નીરખે જગમાં સહુને એ તો
કરે પ્યાર જગમાં એ તો સહુને, કરે પ્યાર સહુને એકસરખો
છે બાળ તો સહુ એના, કરે પ્યાર સહુને, ના વધુ ના ઓછો
હટાવે ના દિલમાંથી કોઈને, આપે હૈયામાં સ્થાન સહુને સરખો
ના છે જગમાં કોઈ વેરી એનું, કરે ના પ્યાર વધુ કે ઓછો
સહુ સહુના સુખદુઃખમાં ડૂબ્યા, નથી કોઈ પ્રત્યે એને અણગમો
કરે શિક્ષા ભલે એ ગુનાની, બને ના ત્યારે કાંઈ એ ઢીલો
કરો દુશ્મનાવટ ભલે એનાથી, દુશ્મન નથી એ બની જાતો
રહી રહીને ગગન ગોખમાં, સહુના હૈયામાં પડઘા એ પાડતો
રાખ્યું જગમાં બધું ભર્યું ભર્યું, કર્મોના હિસાબે સહુને એ દેતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)