સ્વાર્થમાં ગંધાય છે જીવન તો અમારાં, સુગંધ પરમાર્થની ક્યાંથી લાવવી
હૈયામાં તો છે અદકેરાં આસન પ્રભુ તો તમારાં, રહ્યા વંચિત તમારાં દર્શનથી
દુઃખદર્દથી દાઝ્યાં જીવન તો અમારાં, દીધા જીવને ડામ એના પર ઝાઝા
પ્રેમનાં ઝરણાં સૂકાયાં હૈયામાંથી, જીવનમાં પડયા હૈયામાં પ્રેમનાં તો ફાંફાં
મારા ને તારાથી રહ્યાં હૈયાં તો બંધાયા, સત્ય કાજે ના ખુલ્લો એ તો થયો
વાદળ સ્વાર્થનાં તો એમાં હૈયામાં છવાયાં, સ્વાર્થનાં વાદળ હૈયામાં ઘેરાયા
સંધ્યા ને ઉષાનાં તાજગીભર્યાં ઊઠતાં કિરણોમાં, જગ બધું સુવર્ણમય લાગ્યું
પીળી માટીમાંથી પણ જગમાં, રૂપ સોનાનું એમાં તો છલકાતું દેખાયું
બની સ્વાર્થમાં તો અંધ જીવનમાં, કરવા જેવું, જીવનમાં ઘણું-ઘણું ભુલાયું
રાતદિવસ રહ્યા રચ્યા-પચ્યા સ્વાર્થમાં, ભાગ્ય સ્વાર્થમય તો ઘડાયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)