વાંચવું છે લખ્યું છે જે તેં પ્રભુ, તારી એ ગગનગોખની કિતાબમાં
જાણવા છે જીવનનાં કંઈક રહસ્યો પ્રભુ, સંઘર્યાં છે જે તમે તો એમાં
તારી ને મારી વાતો પણ લે છે તું સંઘરી, તારી તો એ કિતાબમાં
મારા અનેક જન્મોનાં કર્મોનાં તો લખાણ, સાચવ્યાં છે તો તેં એમાં
તારી ને તારી શક્તિના સાથમાં, ઉકેલવા છે એ લખાણો તારી કિતાબમાં
વાંચતા ને વાંચતા જાવું છે ખોવાઈ મારે, તારા તો એ લખાણમાં
થાશે આંખ સામે રજૂ, એ ચિત્રોનો ઇતિહાસ, લખ્યું હશે જે કિતાબમાં
મળશે કંઈક વાંચવા તો જાણવા જેવું, હશે કંઈક ચોંકાવનારું તો એમાં
ઘડયું નસીબ એણે તો મારું, લખાયું જે ગગનગોખની કિતાબમાં
વાંચી વાંચી સમજી એમાંથી સાચું, કરું ગ્રહણ મળે મને જે એમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)