ના જગમાં તારા વિના તો છે કાંઈ ખાલી, લીલા તારી અપરંપાર છે
હે જગજનની સિધ્ધમાતા, તને મારા તો વારંવાર પ્રણામ છે
દુઃખ નિવારણ કાજે માતા, નાખે જગ પર તું તારી કરુણાભરી દૃષ્ટિ
કરે દુઃખિયાના દુઃખ દૂર તું, દુઃખ અપાર છે, તને મારા વારંવાર પ્રણામ છે
એક મુખ તો છે પાસે અમારી, સહસ્ત્ર ગુણો તો છે તમારા
કરવાં ક્યાંથી વખાણ તમારાં રે માતા, તને મારા તો વારંવાર પ્રણામ છે
સુખ કાજે આવે સહુ તો તારા દ્વારે, દુખિયાઓની તો લાંબી લંગાર છે
દૂર કરો દુઃખ તમે તો સહુનાં, રાખ્યા ના ભેદભાવ છે, તને મારા વારંવાર પ્રણામ તમને
સદા જગ પર તો નજર રાખતી, રહે ના નજરમાંથી, રહે તો કાંઈ બાકી
ના કોઈને ઠગે, ના કોઈથી તો ઠગાયે, તને તો મારા વારંવાર પ્રણામ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)