ગણ્યા ગણ્યા શું ગણ્યા કરે છે, કર્યાં ઉપકાર તો તેં જીવનમાં
કરી ના શકશે એ તો બરાબરી, કર્યાં છે ઉપકાર પ્રભુએ જે જગમાં
ઉપકારે ઉપકારે રહ્યો સદા તો ફૂલાતો ને ફૂલાતો તો તું જીવનમાં
કરી કરી ઉપકાર પ્રભુ, રહ્યા છે એ સહજ, સહજતામાં તો જગમાં
ઉપકારે ઉપકારે જાગી કંઈક આશાઓ તો તારા હૈયામાં જીવનમાં
કરી કરી ઉપકારો, માગ્યું ના કાંઈ પ્રભુએ બદલામાં તો જગમાં
માંગ્યા કરતાં દીધું ઘણું ઘણું, પ્રભુએ સહુને તો જીવનમાં
ગણ્યું ના એણે, જોયું ના એણે, મળ્યું કેટલું એને તો જગમાં
જોવા ચાહ્યા માનવને તો સદા, હસતા ને હસતા, તો જીવનમાં
તોય આવ્યા રડતા રડતા એની પાસે માનવ તો જગમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)