અભિમાનનો જામ છલકતો જાય, ઈર્ષ્યાનો તાપ જ્યાં બાળતો જાય
થાય હાલત એની રે કેવી, એ તો ના કહી શકાય (2)
અપમાનની આગ તો ફૂંકતા જાય, દ્વાર વિવેકના બંધ જેનાં થાય – થાય…
ક્રોધનો અગ્નિ જેને બાળતો જાય, શાંતિ એ તો ભરખતો જાય – થાય…
શંકાનું ભૂત જેને હૈયે વળગી જાય, જીવનમાં એને એ ધુણાવતું જાય – થાય…
વિવેકનાં દ્વાર તો જેનાં બંધ થાય, ભૂલો જીવનમાં એ તો કરતા જાય – થાય…
વાડો બાંધી તો બેસી જાય, દ્વાર પ્રગતિના બંધ એના થઈ જાય – થાય…
અસંતોષની આગ હૈયે જેને જલતી જાય, જીવનમાં સુખી એ ક્યાંથી થાય – થાય…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)