આવતાને જાતાં રે જાય, જીવનમાં રે એ તો એક પછી એક, આવતાને જાતાં જાય
કંઈક આવશે, રહેશે કંઈક લાંબુ કે ટૂંકુ, રહેશે ના કાયમ જીવનમાં તો કોઈ સદાય
દુઃખના દિવસો આવશે ને જાશે, સુખના ભી દિવસો, ટકશે ના જીવનમાં તો સદાય
દુર્ભાગ્યના દિવસો આવશે ને જાશે, ત્યાં જીવનમાં ભાગ્યના તો દિવસો ચમકી જાય
જુવાની આવશે ને જાશે રે જીવનમાં, ત્યાં ઘડપણ મરણ તો નજદીક આવતું જાય
સંબંધ બંધાશે ને તૂટશે રે જીવનમાં, જીવનમાં એ તો, બંધાતા ને, એ તો તૂટતાં જાય
દિન ભી તો આવશે, ને રાત ભી તો આવશે જગમાં, ના કાયમ એ તો રહી જાય
જીવો તો જગમાં આવશે ને જાશે, જીવનમાં તો એ મળતાં ને છૂટાં તો પડતાં જાય
વિચારો તો જીવનમાં આવશે ને જાશે, રહેશે ના એક વિચાર જગમાં તો સદાય
દૃશ્યો નજર સામે તો આવે ને જાય, ટકશે ના કાયમ એક પણ દૃશ્ય જીવનમાં સદાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)