જે ભૂમિ જોઈ નથી તો તેં, તે ભૂમિ ખેડવાની છે, તારે ને તારે
જે પ્રદેશ જોયો નથી તેં, કરવાની છે સફર એમાં તો, તારે ને તારે
મળે કંટક કે ફૂલની પાંખડી એમાં, ચાલવાનું છે એના પર તો, તારે ને તારે
આવ્યો જગમાં, ખેડીને પ્રવાસ તો એકલો, તું તો જ્યારે
રાખે છે અપેક્ષા હવે તું શાની, ખેડવા એને, અન્યના તો સહારે
હતો સહારો પહેલાં તો જેનો, રહેશે સહારો સદા એનો સાથે ને સાથે
ખેડી શકીશ પ્રવાસ શું તું જીવનમાં, કાંઈ ડૂબતી નૈયાને સહારે
આવ્યો ને ખેડી શકીશ પ્રવાસ તો તું, તારા જ કર્મના સહારે
મળશે તારા કર્મને રાહ તો સાચી, તારા ને તારા પ્રભુમાંના વિશ્વાસે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)