રોજ કરી સંકલ્પો નવા નવા, શાને તારી જાતને તું છેતરે છે
કર્યા ના પૂરા કદી તો એને, કરી નવા નવા, તારી જાતને શાને તું છેતરે છે
અધૂરા સંકલ્પોની છે કિંમત કેટલી, ના એટલું તો તું સમજે છે
પામવા શક્તિ કરતો સંકલ્પો, રાખી અધૂરા, તું તૂટતો રહ્યો છે
કરવા ટાણે તું મક્કમ બનતો, સંજોગો સામે તું ઝૂક્તો રહ્યો છે
રાખી અધૂરા એને જીવનમાં, ખાલી ને ખાલી હાથ તું તો રહ્યો છે
રોજ કરીને, રોજ તોડીને એને, એવો ને એવો રહેતો તું આવ્યો છે
કરી ખોટા ખોટા સંકલ્પો જીવનમાં, ના કાંઈ એમાં તો તું પામ્યો છે
રાખી ના શકશે તું કોઈ ભરોસો તુજમાં, જ્યાં સંકલ્પો તોડતો તું આવ્યો છે
સુધરશે હાલત ક્યાંથી તો તારી, સંકલ્પો અધૂરાં તું રાખતો આવ્યો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)