અમારું એ તો અમારું, બીજું બધું તો છે બીજાનું (2)
લાગ્યું ના જીવનમાં છે બધું તો પ્રભુનું, ત્યાં સુધી નથી કાંઈ વળવાનું
આવ્યા કોઈ વહેલા, કોઈ જગમાં મોડા, વહેલા કે મોડા પડશે સહુએ જગમાંથી જાવાનું
લાગ્યું બીજાનું પોતાનું, છોડી ના શક્યા પોતાનું, ઉપાધિ ઊભી એ તો કરવાનું
કહ્યું છે સંતોએ અને શાસ્ત્રોએ, જીવનમાં આમાં શું શું તો કરવાનું
વળશે જીવનમાં ખાલી શું શું જાણ્યું, પડશે જીવનમાં એને તો અપનાવવું
નથી જગમાં તો જ્યાં કાંઈ આપણું, આપતાં એને શાને પડે ખચકાવું
હતું તો જ્યાં બધું પ્રભુનું, એણે તો દીધું, એણે પાછું તો લઈ લીધું
કારણ વિના તો જીવનમાં, નથી કોઈ પાસે આવવાનું કે જાવાનું
છોડશું ના જો જીવનમાં ખોટું કરવાનું, જીવનમાં સાચું ક્યાંથી સૂઝવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)