Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 62 | Date: 05-Sep-1984
રે મન કેમ તું વાર્યું નવ વળે, હાર્યું બધું કરે
Re man kem tu varyu nav vale, haryu badhu kare

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 62 | Date: 05-Sep-1984

રે મન કેમ તું વાર્યું નવ વળે, હાર્યું બધું કરે

  Audio

Re man kem tu varyu nav vale, haryu badhu kare

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1984-09-05 1984-09-05 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1551 રે મન કેમ તું વાર્યું નવ વળે, હાર્યું બધું કરે રે મન કેમ તું વાર્યું નવ વળે, હાર્યું બધું કરે

જનમથી સાથે છે તું, સાચવ્યું ઘણું મેં તને

છતાં અણીના સમયે, કેમ તારું ધાર્યું બધું કરે

તારી સાથે સંબંધ છે જૂનો, છૂટ્યો નવ છૂટે

હવે શાંતિ ધરી, કૂદાકૂદી ઓછી કરી ન સતાવજે

તારી કૂદાકૂદીથી થાક્યો ઘણો, મહેરબાની જો કરે

જીવન કેરો થાક થાય ઓછો, હૈયે શાંતિ મળે

એવો દિન ન લાવજે, તારી સાથે કડક બનવું પડે

મારું માની `મા' માં લાગી, તેમાં જો તું નિત્ય ઠરે

મારો-તારો કલ્યાણ માર્ગ, જરૂર ખુલ્લો બને
https://www.youtube.com/watch?v=qWisIljLIyg
View Original Increase Font Decrease Font

રે મન કેમ તું વાર્યું નવ વળે, હાર્યું બધું કરે

જનમથી સાથે છે તું, સાચવ્યું ઘણું મેં તને

છતાં અણીના સમયે, કેમ તારું ધાર્યું બધું કરે

તારી સાથે સંબંધ છે જૂનો, છૂટ્યો નવ છૂટે

હવે શાંતિ ધરી, કૂદાકૂદી ઓછી કરી ન સતાવજે

તારી કૂદાકૂદીથી થાક્યો ઘણો, મહેરબાની જો કરે

જીવન કેરો થાક થાય ઓછો, હૈયે શાંતિ મળે

એવો દિન ન લાવજે, તારી સાથે કડક બનવું પડે

મારું માની `મા' માં લાગી, તેમાં જો તું નિત્ય ઠરે

મારો-તારો કલ્યાણ માર્ગ, જરૂર ખુલ્લો બને

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rē mana kēma tuṁ vāryuṁ nava valē, hāryuṁ badhuṁ karē

janamathī sāthē chē tuṁ, sācavyuṁ ghaṇuṁ mēṁ tanē

chatāṁ aṇīnā samayē, kēma tāruṁ dhāryuṁ badhuṁ karē

tārī sāthē saṁbaṁdha chē jūnō, chūṭyō nava chūṭē

havē śāṁti dharī, kūdākūdī ōchī karī na satāvajē

tārī kūdākūdīthī thākyō ghaṇō, mahērabānī jō karē

jīvana kērō thāka thāya ōchō, haiyē śāṁti malē

ēvō dina na lāvajē, tārī sāthē kaḍaka banavuṁ paḍē

māruṁ mānī `mā' māṁ lāgī, tēmāṁ jō tuṁ nitya ṭharē

mārō-tārō kalyāṇa mārga, jarūra khullō banē
English Explanation Increase Font Decrease Font

Oh mind! Why do you not listen when restrained, and do everything when you lose?

You have been with me since birth, and I have taken great care of you;

Yet at the critical moment, why do you always do exactly as you please?

My bond with you is ancient, one that cannot be broken even if tried.

Now hold your peace, jump around a little less, and torment me no more;

I am deeply exhausted by your constant restlessness, it would be a favor if you stopped.

The weariness of life would lessen, and the heart would find deep peace;

Do not bring a day where I am forced to get strict with you!

If you listen to me, attach yourself to the Divine Mother, and stably rest in Her daily,

The path to liberation—both yours and mine—will surely open up.
Scan Image

Gujarati Bhajan no. 62 by Satguru Sri Devendra Ghia - Kaka