થવું હતું શું, ને થયો રે શું, કરવું હતું શું, ને કર્યું રે શું, ખાધો ના મેળ, એનો જીવનમાં ક્યાંય
પડયા પીવા ઝેરના તો ઘૂંટડા, પચ્યા ના જે, ઓક્યા એને તો ક્યાંય ને ક્યાંય
કાઢયો ના સમય, જીવન નીરખવા મારું, રહ્યો કરતો આડેધડ તો કાંઈ ને કાંઈ
કરી દોડાદોડ ખોટી રે જીવનમાં, કર્યું ના જીવનમાં સમજીને તો કાંઈ
દીધા ખોટા દિલાસા તો દિલને, વળ્યું ના જીવનમાં એથી રે કાંઈ
અટક્યો ના કરતા ખોટું રે જીવનમાં, આવ્યું ના હાથમાં, જીવનમાં તો કાંઈ
કરવા જેવું હતું જે જીવનમાં, રહ્યો ટાળતો એને જીવનમાં, કાઢી બહાના કાંઈ ને કાંઈ
સમજ્યો ના, પડશે ભોગવવું તો મારે, ઇલાજ નથી બીજો, એનો રે કાંઈ
હતું હાથમાં, કર્યું ના ત્યારે તો જ્યારે, રહેશે ના હાથમાં, પસ્તાવા વિના બીજું તો કાંઈ
સમજીને જીવનમાં હવે વરતતો જાજે, છે સમય હાથમાં તારે, મળશે ના સમય બીજો રે કાંઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)