રૂડું રૂડું ઊગ્યું છે આજે તો પ્રભાત, પધારો આંગણિયે મારા, આજે મારી માત
કરવા છે આજે માડી મારે તારા સત્કાર, ના આવવાનો, કરશો ના તમે વિચાર
ભરી ભરી હૈયામાં, મારા તો ભાવમાં મીઠાશ, કરવા છે રે માડી તારા સત્કાર
લાગી જઈશ તારી સેવામાં, એવો તો માત, કરી ના શકીશ ત્યાંથી જવાનો વિચાર
રહ્યાં કરતા ભૂલો જીવનમાં, જાજે તું ભૂલી, કરવી છે માડી મારે આજની તો વાત
કેમ કરી ભૂલી શકું રે માડી મારા જીવનમાં, તારા તો પ્યાર અને વહાલ
માગ્યું નથી કદી તેં, મારી તો પાસ, લેતી રહી છે જીવનભર તું મારી સંભાળ
ફુરસદ નથી તને, તોય ફુરસદ કાઢી, આવજે મારે આંગણિયે તો માત
આવી પધારશો જ્યાં મારે આંગણિયે, કરજો આપણી બધી મનની વાત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)