પકડયો છે પીછો દુર્ભાગ્યે જીવનમાં તો મારા, હે મારા જગના નાથ
બતાવો હવે, ક્યાં જાવું મારે રે જગમાં, હે મારા દીનાનાથ, હે મારા દીનાનાથ
બન્યા છે મુશ્કેલ લેવા હવે તો, જીવનમાં મારે તો શ્વાસોશ્વાસ
સહી લીધી મુશ્કેલીઓ બધી જીવનમાં, રાખીને તુજમાં તો વિશ્વાસ
નાખતો ગયો પાસા રે જીવનમાં, ઉલટાવતું રહ્યું દુર્ભાગ્ય એને સદાય
તૂટતા જાય છે હવે શ્વાસો તો મારા, કરો ના વિલંબ, કરવા હવે સહાય
ના દેખાતાં તો તમે, રહ્યાં છો જોઈ મને, જોવાદ્યો હવે મને તો તને એકવાર
જાણું ના કર્યા છે કર્મો કેવાં રે મેં તો, માગું છું માફી તારી હજારવાર
જાણું ના છું હું કેવો, પણ છું હું તારો, આવ્યો છું હું તો તારી પાસ
હતી ને છે કચાશ મારા જીવનમાં જે, રહેવા ના દેજો હવે તો કચાશ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)