ભલીવાર નથી જ્યાં કોઈ તારી વાતમાં, જાગ્યો નથી જ્યાં તારો આત્મા
ભટકતો રહ્યો તું તો જીવનમાં, રાખ્યું ના મનને તો જ્યાં કાબૂમાં
દાઝતો ને દાઝતો રહ્યો છે તું જીવનમાં, રહ્યો ડૂબતો જ્યાં તું મારા ને મારામાં
સ્થિર ના રહ્યો જ્યાં તું જીવનમાં, નીકળે સાર ક્યાંથી તારી વાતમાં
સમજ્યો ના જીવનને તું સાનમાં, જીવન લાવી રહ્યું છે તને તારા ભાનમાં
મળ્યું નથી જીવન તો કાંઈ દાનમાં, વિતાવી રહ્યો છે શાને ખોટા ખ્યાલમાં
રહેતો રહે સદા તું સંતોના સહવાસમાં, પલટાવી દેશે જીવન તારું, વાત વાતમાં
રહ્યો છે વ્યસ્ત, જીવનમાં તો તું કામમાં, જોડ ચિત્ત હવે તો તું પ્રભુ નામમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)