જગની આ નિશાળમાં, શીખવા જેવું છે બહુ
હર પળે શીખવા મળશે, આંખો ખુલ્લી રાખશો સહુ
કુદરત હર ચીજમાં કહી રહી છે, કંઈક ને કંઈક વાત
સમજાશે એ, જો કર્યા હશે તમે શુદ્ધ પ્રયાસ
બીજમાંથી વૃક્ષ થઈ, ફળ મળતાં લાગે છે વાર
સત્કર્મોના ફળની પણ, જોજો રાહ લગાર
ઊગતો સૂરજ ડૂબી જશે, પાથરીને અંધકાર
રાત્રિ પણ વહી જશે, લાવીને સૂર્યપ્રકાશ
આ સઘળું જોઈને કેમ નથી આવતો વિચાર
દુઃખ પણ વહી જશે, લાવી સુખનો ઉજાસ
બદલાતી આ દુનિયામાં, અવિચલ `મા' નો ભાવ
એમાં ઓટ નહીં આવે, સાચો નાતો તું નિભાવ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)