|
View Original |
|
`મા' ની ભક્તિથી ભર્યું મારું હૈયું આજ
આ ભવસાગર તરવાને કાજ
કીધા મનડાને સ્થિર કરવા કોટિ ઉપાય
કૂદાકૂદી એની બહુ જોઈ, બનીને નિઃસહાય
ચિત્ત ચોંટ્યું છે `મા' માં, બીજે દોડ્યું નવ જાય
અમીરસ પામ્યું છે એ, સંતોષે રહે સદાય
છોડી જગતની વાતો, ને જગતની સઘળી જંજાળ
`મા' ની અલૌકિક હૂંફ પામશો અતિ પ્રેમાળ
રટણ અને ચિંતન, `મા' નું કરતા `મા' મય થવાય
એના પ્રેમમાં ડૂબીને, અમીરસ ઘૂંટડા પીવાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)