માડી રે માડી, આવો ગજબ તેં કેમ કીધો રે - આવો...
સૌને તારી પાસે બોલાવતી, રહેતી તું છુપાઈને રે - આવો ...
નિરાકાર રહી સાકાર બનતી, મતિ મારી મૂંઝાતી રે - આવો ...
વિકારોમાં પણ રહી, નિર્વિકાર તું કહેવાતી રે - આવો ...
બીજોમાંથી વૃક્ષો પ્રગટાવતી, ફળો અનોખાં આપતી રે - આવો ...
તારું ધાર્યું બધું કરતી, ને ફળો કર્મોનાં અમને ચખાડતી રે - આવો ...
બાળમાંથી વૃદ્ધ બનાવતી, ને બુદ્ધિ પણ આપતી રે - આવો ...
ક્યારેક અમને રડાવતી, વળી પાછી હસાવતી રે - આવો ...
જ્ઞાનીઓને અટવાવતી અને ભક્તોને સમજાવતી રે - આવો ...
બુદ્ધિમાં વસતી પણ મારાં કર્મોમાંથી કેમ ભાગતી રે - આવો ...
જન્મદાતા કહેવાતી, અંતે સંહારદાતા પણ બનતી રે - આવો ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)