મારી શકીશ જગમાં ક્યાંથી રે તું, જગને મોઢે તો તાળાં (2)
મનમાન્યું કરતો રહ્યો છે તું જગમાં, નથી કોઈ તારાં તો ઠેકાણાં
માર્યા ના કદી તેં તો જગમાં, તારાં ક્રોધને તો કોઈ તાળાં
રાખ્યા ખુલ્લા લોભ-લાલચના બારણા, માર્યા ના એને તેં તાળાં
નિર્દોષતાને, પવિત્રતાને જાવા દીધી ભાગી, રાખી ના પૂરી મારીનેં તાળાં
લાગણી અન્યની તો ભૂલી, કાઢયા વગર વિચારે શબ્દો, માર્યા ના એને તાળાં
ખોટા વિચારોને રાખ્યા તેં વહેતાં, રાખ્યા ના કાબૂમાં, માર્યા ના એને તેં તાળાં
ખોટા વહેણમાં દીધા વહેવા ભાવોને, ના રોક્યા, મારી એને તો તાળાં
રહ્યો જોતો ખોટા દૃશ્યો, રોકી ના તેં દૃષ્ટિ, રાખી ના નજરને મારીને તાળાં
સારા માઠા, લઈ રસ, સાંભળતો રહ્યો શબ્દો, ના અટક્યો, ના માર્યા એને તાળાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)