થાતી ના ક્યાંય તો તું ખોટી, આવજે માડી તું તો દોડી
વિનંતી આ તો મારી રે માડી, તું યાદ રાખજે, તું યાદ રાખજે
દીધો છે જગમાં મને જ્યાં મોકલી, હવે દેતી ના મને તરછોડી - વિનંતી...
છે ચારે બાજુ ખાઈ તો ઊંડી, જોજે જાઉં ના એમાં, હું તો પડી - વિનંતી...
છું હું તો અજાણ્યો, રહેજે સાથે સદા, મને તારો બનાવી - વિનંતી...
છે વાણી મારી તો ઘેલી, લેજે હૈયેથી એને તો તું ઝીલી - વિનંતી...
જોયું જગમાં બધે તો ફરી-ફરી, તારા વિના, ના આંખ ક્યાંય ઠરી - વિનંતી...
આવે જગમાં જીવનમાં તો ઉપાધિ, દેજે બહાર એમાંથી તો કાઢી - વિનંતી...
ગયો છું નિરાશાથી તો કંટાળી, લેજે હાથ હવે મારો તો ઝાલી - વિનંતી...
છે બધે તો તું પહોંચનારી, નીકટ નથી તો કોઈ મારી - વિનંતી...
બની છે આંખડી તો અધીરી, દેજે હવે તારા દર્શનની લહાણી - વિનંતી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)